કર્ણાટકમાં કોની સરકાર બનશે તે અંગે થઈ રહેલી રાજકીય ઉઠા પઠક વચ્ચે કેન્દ્રની મોદી સરકારે તાના શાહ કિમ જોંગ ઉનના દેશ નોર્થ કોરિયાના પ્રવાસે  રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી કે સિંહને મોકલ્યા છે. 20 વર્ષમાં પહેલી વખત ભારતના કોઈ વિદેશ મંત્રીએ નોર્થ કોરિયામાં પગ મુક્યો છે.ભારત સરકારના મંત્રીની મુલાકાતે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જયુ છે.તેમાં પણ વીકે સિંહ એવા સમયે નોર્થ કોરિયા પહોંચ્યા છે જ્યારે કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે. વી કે સિંહ હાલમાં નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં છે.જોકે હજી સુધી વિદેશ મંત્રાલય દ્વારા આ બાબતની સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.જેના પગલે હજી એ સ્પષ્ટતા પણ થઈ નથી કે વી કે સિંહ કેટલા દિવસ રોકાણ કરશે અને તેમની મુલાકાત કિમ જોંગ સાથે થશે કે નહી..

 

Contribute Your Support by Sharing this News: