ગુજરાત ક્રિમિનલ બિલ 2018નાં સંશોધનને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવાની સાથે જ રાજ્યમાં હવે ચેઇન ખેંચનાર ગુનેગારોને ચેઇન ખેંચતી વેળાએ પીડિત ઘાયલ થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 25,000 રૂપિયા સુધીનાં દંડની સજા આપવામાં આવશે.
ન્યૂ દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતનાં તે કાયદાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત રાજ્યમાં ચેઇન ખેંચવાનાં આરોપીને દોષી ઠહેરાવવા પર 10 વર્ષ સુધીની સજા આપી શકાય છે. જ્યારે ચેન ખેંચવા પર દોષી કરાર કરવા પર દેશનાં બીજા ભાગોમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.
હવે ગુજરાત ક્રિમિનલ બિલ 2018નાં સંશોધનને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવાની સાથે જ રાજ્યમાં હવે ચેઇન ખેંચનાર ગુનેગારોને ચેઇન ખેંચતી વેળાએ પીડિત ઘાયલ થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 25,000 રૂપિયા સુધીનાં દંડની સજા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયનાં સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ આ બિલને મંજૂરી આપી દીધી છે.

Contribute Your Support by Sharing this News: