મ્યાનમારમાં સૈન્ય વિમાન ક્રેસ થતા 12 લોકોના મોત અનેક ઘાયલ

શેર કરવા અહીં ક્લિક કરો.

મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન દુર્ઘટના માંડલેમાં બની છે. શહેરના ફાયર વિભાગે આ અંગે માહિતી આપી છે. ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, માંડલે વિસ્તારમાં પ્યિન ઉ લ્વિનમાં એક પાવર અને ઇસ્પાત પ્લાન્ટ વચ્ચે ૧૬ સીટરનું વિમાન ક્રેશ થયું હતું.

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે આ ઘટનામાં જમીન પરના અન્ય આઠ લોકો પણ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજ્ય પ્રશાસન પરિષદના સુચના દળના મેજર જનરલ જાે મીન ટુને કહ્યું કે તેમાં ૧૬ લોકો સવાર હતા. તેમણે કહ્યું કે રાજધાની શહેરના પ્યિન ઉ લ્વિનથી પાય તાવ જઈ રહેલ એક સૈન્ય વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે ૦૮ઃ૦૦ વાગ્યે માંડલે વિસ્તારમાં પ્યિન ઉ લ્વિન પાસે તૂટી પડ્યું હતું. મેજરે કહ્યું કે હજી સુધી જાનહાનિની ચોક્કસ સંખ્યા જાણી શકી નથી. પરંતુ માંડલેના ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે આ અકસ્માતમાં ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલ લોકોને સારવાર માટે લશ્કરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ અગાઉ, ૨૦૧૯ માં, એક વિમાન મ્યાંનમારમાં રન-વેની પર લપસી ગયું હતું. આ અકસ્માતમાં સવાર ચાર લોકો ઘાયલ થયા હતા. વિમાનમાં ૩૩ લોકો સવાર હતા. બોમ્બાર્ડિયર ડેશ ૮ ક્યૂ ૪૦૦ વિમાન મ્યાંનમારના યાંગૂન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ખતરનાક ઉતરાણ કરતા પહેલા બાંગ્લાદેશના ઢાંકા -સારાહલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. આના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વિમાનનો પાઇલટ ઘાયલ થયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.