કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં PM મોદીએ દેશના ટોચના ખેલાડીઓ સાથે વીડિયો કોલની મદદથી વાત કરી છે. PM મોદીએ સચિન, સૌરવ, કોહલી સહિત દેશના દિગ્ગજ ખેલાડીઓ પાસે સહયોગ માગ્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયાની પૂર્વ ઓપનિંગ જોડી સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીને PMને વિશ્વાસ અપાવ્યો કે કોરોના વાયરસ વિરૂદ્ધ જીત અપાવવામાં તેઓ પૂરો સહયોગ આપશે. તેંડુલકરે કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે નંબર ચાર પર બેટિંગ કરતો હતો અને PM મોદીએ પણ મને નંબર ચાર પર વાત કરવાની તક આપી. તો બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પીએમ મોદીને તમામ ખેલાડીઓ સાથે વાત કરવાની અપીલ પર ખુશી વ્યક્ત કરી અને ગાંગુલીએ PM મોદીને કહ્યું કે કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં સમગ્ર દેશમાં પોલીસ ઘણું જ સારું કામ કરી રહી છે અને આપણે આ લડાઈમાં જીત મેળવીને રહીશું.

  • PM મોદીએ દેશના ટોચના ખેલાડીઓ સાથે વાત કરી
  • PM મોદીએ સચિન, સૌરવ, કોહલી સહિત દેશના દિગ્ગજ ખેલાડીઓનો સહયોગ માગ્યો
  • સૌરવ-સચિને કોરોના વિરૂદ્ધ જીત આપવા પૂરો સહયોગ આપવાનો વિશ્વાસ આપ્યો
  • સૌરવ ગાંગુલીએ પોલીસની કામની પ્રશંસા પણ કરી
  • લોકડાઉન પછી પણ કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની જરૂર છેઃ સચિન
  • PM મોદીએ પણ અત્યાર સુધી ખેલાડીઓ દ્વારા જ સહયોગ અપાયો તેની પ્રશંસા કરી
  • PM મોદીના વીડિયો કોન્ફરન્સમાં ખેલ મંત્રી સહિત ૪૯ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં
  • સચિન, સૌરવ, ધોની, યુવરાજ, રાહુલ, કોહલી સહિતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ તેંડુલકરે પીએમ મોદીને કહ્યું કે લોકડાઉન પછી પણ લોકોએ કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. સચિને કહ્યું કે લોકડાઉન પછી પણ તેને સામાન્ય રીતે ન લેવો જોઈએ.આ સાથે જ સચિન-સૌરવે પીએમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ દેશ માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. તો પીએમ મોદીએ અત્યાર સુધી ખેલાડીઓ દ્વારા કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં સહયોગ આપવાને લઈને પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ આ વીડિયો કોલમાં રમતગમત મંત્રી કિરન રિજિજૂ અને 49 ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં તેંડુલકર, ગાંગુલી અને કોહલી ઉપરાંત વિશ્વકપ વિજેતાના પૂર્વે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, ફાસ્ટ બોલર ઝહીર ખાન, યુવરાજ સિંહ અને કેએલ રાહુલ સામેલ થયા હતા.