અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પૂર વાવાઝોડાં અતિવૃષ્ટિ તથા અન્ય જોખમો સામે પૂર્વ તૈયારી અંગે કલેકટર કચેરી મોડાસા ખાતે તારીખ ૧૪ મી મેના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષિત ગોસાઈ સાહેબ તથા નિવાસી અધિક કલેકટર શ્રી નાગરાજન સાહેબ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં તમામ વિભાગોના અધિકારી સાહેબ શ્રી ઓ હાજર રહ્યા હતા દરેક સરકારી ખાતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા ગણવામાં આવ્યો હતો તેમજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી વિગેરે સંબંધિત તમામ ને ઓછામાં ઓછા ત્રણ થી પાંચ એવી વ્યક્તિઓ ( એમ.ડી.એમ. ઓર્ગેનાઇઝર એફ.એસ. સંચાલક આંગણવાડી કાર્યકર સરપંચ અને સામાજિક કાર્યકર વિગેરે) નો સંપર્ક નંબર જે ગત વર્ષે મેળવેલા હતા તે ચેક કરી કોઈ સુધારા કરવાના હોઈ તો તે એક કરી ને અત્રેની કચેરીને ડિઝાસ્ટર શાખા ને મોકલી આપવા જણાવ્યું હતું પહાડી વિસ્તારોમાં ડીપ ઘરના બોર્ડ  મજબૂતીથી લગાડવા અને સાવચેતીના સૂચનો મૂકવા અંગે કાર્યપાલક ઇજનેર સ્ટેટ પંચાયતને સૂચનાઓ આપી હતી રસ્તા પરના જોખમી ઝાડ વિગેરે વીજલાઈનથી દુર કરવા યુ.જી.વી.સી.એલ. અને  બી.એસ.એન.એલ રસ્તા અને મકાન તથા નગરપાલિકા ઓ ને સુચના અપાઇ હતી અગાઉના વર્ષોના બનાવો ને ધ્યાન માં લઇ ને જર્જરિત મકાનો મોટા હોર્ડિંગ્સ વિગેરે ને ઉતારી લેવા અખબારો માં જાહેરાત આપવા તમામ નગરપાલિકા ઓ ના ઓફિસર શ્રી ઓ ને સૂચના તથા વરસાદી પાણી નો સરળતા થી નિકાલ થઈ શકે તે માટે તમામ ડ્રેનેજ લાઈનોની સફાઈ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જણાવવા માં આવ્યું હતું નગરપાલિકા ઓ ને તેમની રેસ્ક્યું ટીમ તૈયાર રાખવા અને ડી વોટરિંગ. પંપ જે.સી.બી. વગેરે જેવા જરૂરી સાધનો ને તૈયાર રાખવા સૂચના અપાઇ હતી કંટ્રોલ રૂમના સાધનો નું વેરીફીકેશન કરી ડિઝાસ્ટર શાખાને જાણ કરવા તથા રાહત અને બચાઉ કાર્ય માં તાત્કાલિક ઉપિયોગી થાય તેવી બચાવ ટુકડીઓ સ્વેચ્છિક સંથાઓ ની યાદી હોડી તરવૈયા ઓ ની ટીમ અને પુર થી અસર ગ્રસ્ત ગામો ની યાદી આશ્રય સ્થાનો રિલીફ કેમ્પ ઓ ની યાદી અદ્યતન કરવા સંબધિત અધિકારીઓ ને સૂચના આપવામાં આવી હતી
Contribute Your Support by Sharing this News: