ગરવી તાકાત.મોડાસાઃગુજરાતમાં આજે ધોરણ-૧૨ કોમર્સનું બોર્ડે પરિણામ જાહેર કર્યું હતું જેમાંઅંગ્રેજી માધ્યમમાં કોમર્સ પ્રવાહમાં અરવલ્લી જીલ્લામાં મોડાસાનો નીર મોદી અવ્વલ આવતા પરિવારમાં ખુશી પ્રસરી હતી. નીર મોદીની સફળતા પાછળ બહેન સહીત ઘરની ત્રણ મહિલાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાની સાથે ૪ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર નીર મોદીને તેની બહેન પલ મોદીએ ખાનગી શાળામાં નોકરી કરી પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉપાડી નીરને હૂંફ આપતા આજે જાહેર થયેલા ૧૨-કોમર્સના રિઝલ્ટમાં પરિવાર અને મોડાસા શહેરનું નામ રોશન કર્યું હતું. નીર મોદીએ સી.એ. બનાવનીઈચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બહેનની મદદથી ભાઈએ પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. મોડાસાની પ્રાર્થના સ્કૂલમાં ભણતા નીર મોદીએ ધોરણ બારમાં કોમર્સમાં ઇંગ્લીશ મીડિયમ સાથે જિલ્લામાં 86.45 ટકા મેળવ્યા છે. ચાર વર્ષ પહેલા પિતાના અવસાન બાદ ઘરમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું પણ ઘરમાં દાદી, માતા અને બહેનના સહયોગથી ભાઇએ મહેનત કરી અને તેમની મહેનત પણ રંગ લાવી હતી. નીર મોદીની તમામ ફી સહિતનો ખર્ચ બહેને નોકરી કરતા કરતાં નિભાવ્યો હતો તથા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ થોડો સહયોગ મળતા ફીમાં રાહત મળી હતી. પિતાની છત્રછાયા ગુમાવનાર નીર મોદીને તેની બહેન પલ મોદીએ સતત ભાઈને હૂંફ અને પિતા હયાત ન હોવાનો અહેસાસ પણ થવા દીધો ન હતો અને બહેન હર હંમેશ ભાઈની સાથે ખડે પગે રહેતાં આજે નીર મોદીએ જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવી બહેનની મહેનતને રંગ લગાવી દીધો હતો.

Contribute Your Support by Sharing this News: