મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો

શેર કરવા અહીં ક્લિક કરો.

GARVI TAKAT- ગાંધીનગર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બુધવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. સીએમ રુપાણીએ ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. નોંધનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે પ્રચાર દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયા હતા.કોરોનાની વેક્સિન લીધા બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાથી બચવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર છે. હાલ રાજ્યમાં 45 વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા. 1લી મે, 2021થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા મુખ્યમંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.તેમણે કહ્યું કે, આજે મેં વેકસિન લીધી છે. સાથે જ લોકોને અપીલ કરું છું કે, કોરોના રસીના બન્ને ડોઝ લે. રસી દ્વારા જ આપણે કોરોનાથી બચી શકીશું. વેક્સિન લીધી હોય તેને વધારે તકલીફ નથી પડતી. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ બીજી લહેરે બતાવ્યું છે કે, કોરોનાની વ્યાપકતા શું હોઇ શકે છે. જેથી ભારત સરકાર ગાઇડ લાઇન બનાવી રહી છે. આગામી તા.1 લી મે-2021થી 18 વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં 1,05,90,594 લોકો કોરોનાની વેક્સિન લઈ ચૂક્યા છે. જેમાંથી 90,34,309 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 15,56,285 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.