મુંબઈ : 21 વર્ષની મોડલ-અભિનેત્રી પર દુષ્કર્મના કેસમાં ડોક્ટરની ધરપકડ

ગમ્યું તો આગળ શેર કરો.

પીડિતાના જણાવ્યા પ્રમાણે ડોક્ટરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને બીભત્સ તસવીરો ક્લિક કરીને તેણીને બ્લેકમેઇલ કરી હતી.

મુંબઈ : મહારાષ્ટ્રમાં 21 વર્ષની મોડલ તેમજ ટીવી અભિનેત્રી સાથે કથિત દુષ્કર્મના આરોપમાં 55 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી જ્યારે ટીવી સિરિયલમાં કામ કરતી હતી તે દરમિયાન તેણી આરોપી ડોક્ટરના સંપર્કમાં આવી હતી. આ મામલે પોલીસે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ ડોક્ટર સામે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તેને 10મી મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીના જણાવ્યા પ્રમાણે રવિવારે ચેમ્બુર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.