ગોમતીપુરમાં રહેતા પરેશ ઉર્ફે ભુરિયો અને કરીમ વચ્ચે લગભગ 8 મહિના પહેલા રૂપિયા 2 હજારની લેતીદેતીમાં છરીના ઘા માર્યો હતો. જોકે તેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી. મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ફરી એકવાર ખુની ખેલ ખેલાયો છે. પૈસાની લેતીદેતીમાં થયેલા ઝઘડામાં ગઇકાલ સવારે બે મિત્રો વચ્ચે સમાધાન થયું હતું. જોકે, એ જ ઝગડાની અદાવતામાં સાંજે એક મિત્રએ તેના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. ગોમતીપુરમાં રહેતા પરેશ ઉર્ફે ભુરિયો અને કરીમ વચ્ચે લગભગ 8 મહિના પહેલા રૂપિયા 2 હજારની લેતીદેતીમાં છરીના ઘા માર્યો હતો. જોકે તેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી. ત્યાંરે ગત સવારે બંને વચ્ચે સમાધાન થયુ હતુ. જોકે, સાંજે બંને મિત્રો ગોમતીપુરમાં વાડિલાલ આઇસ ફેક્ટરી પર આવ્યા હતા.
મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો: જુની અદાવતામાં માર્યા છરીના ઘા, યુવકનું મોત
