પાલનપુર તાલુકાના માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સગર્ભા માતાઓ માટે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ૧૫ સગર્ભા માતાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના નામની મહામારીથી સગર્ભા માતાઓ તેમજ તેમના આવનાર બાળકો ચેપથી મુક્ત રહે તે હેતુસર માટે માલણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.દિનેશ ડી. મતિયા, મેડિકલ સ્ટાફ તેમજ ફાર્માસિસ્ટ દિનેશભાઇ તેમજ સ્ટાફના કમલેશભાઇ સહિતના ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.
Contribute Your Support by Sharing this News: