મહેસાણા શહેરના અનેક દાયકાઓ સુધી ધમધમતા અને મહેસાણાની શાન ગણાતા એવા આઝાદ ચોક વિસ્તારના છેલ્લા ઘણા વર્ષો સુધી અસામાજીક તત્વોએ અડીંગો જમાવ્યો છે. જ્યાં શહેરીજનો અને વેપારીજનો ભારે ભડખમ ઘસારો જાવા મળતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં વેપારીઓ અને રાહદારીઓને શૌચક્રિયા માટેના શૌચાલયને વારંવાર અસમાજીક તત્વો દ્વારા તોડી પાડવામાં આવે છે ત્યારે આઝાદ ચોક વિસ્તારના વેપારી મંડળ દ્વારા આવા અસમાજીક તત્વો વિરૂધ્ધ નગરપાલિકા તંત્રને નવું શૌચાલય બનાવવી આપવા તેમજ જુનું શાક માર્કેટ ફરી એના એના જ વિસ્તારમાં ધમધમતું કરી આપવા બાબતે નગરપાલિકા પ્રમુખને આવેદન આપી વેપારી મંડળ અને શહેરીજનોની માંગણી સંતોષવા ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કરવા વેપારી મંડળ દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: