રુપિયા 2 કરોડથી વધુના ટેન્ડરમાં કોણે કમિશનખોરી કરીઃ ચર્ચાનો વિષય

મહેસાણા નગરપાલિકા સ્વસ્છતાના ભાગરુપે શહેરમાં ડસ્ટબીન આપી રહી છે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા પ્રોપ્રટી દીઠ કુલ 2 ડસ્ટબીન ફાળવવામાં આવી રહ્યા છે. પાલિકાએ અગાઉ 62 રુપિયામાં ખરીદવાનું નક્કી કર્યું હતુ પરંતુ પાછળથી સારી ક્વોલોટીનો દાવો કરી એક ડસ્ટબીન રુપિયા 137માં ખરીદ્યું છે. જેમાં કમિશનખોરી થયાનો ગણગણાટ સામે આવ્યો છે.

મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારમાં સરેરાશ 80 હજાર પ્રોપર્ટી હોવાથી સરેરાશ 1 લાખ 60 હજાર નંગ ડસ્ટબીનનુ વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કાના 5 હજારથી વધુ ડસ્ટબીન માટે નગરજનોની લાંબી લાઈનો લાગી હતી. રહીશોને મફતમાં મળતા ડસ્ટબીન પાછળ પાલિકાને સરેરાશ 2 કરોડ 19 લાખથી વધુનો ખર્ચ થશે.

આ માટે ટેન્ડર આવ્યા દરમિયાન અગાઉ 62 રુપિયાનુ ડસ્ટબીન રદ્દ કરી રુપિયા 137માં  ટુ લેયર વાળુ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘નીલકમલ’ કંપનીના આ ડસ્ટબીનમાં પાલિકાના સત્તાધીશો પૈકી કેટલાકે એક ડસ્ટબીન દિઠ સરેરાશ રુપિયા 20 થી 30નુ કમિશન લીધાનું ચર્ચાઈ રહ્યું છે. કમિશનખોરીની વાત સામે આવતા નગરસેવકો મુદ્દાને પકડવા મથી રહ્યા છે.

mehsana palika dastbin

Contribute Your Support by Sharing this News: