મહેસાણા નગરપાલિકા દ્વારા જાહેરનામા ભંગ મુદ્દે શહેરની પાંચ દુકાનો સીલ કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
flipboard sharing button

રાજ્ય સરકારના જાહેરનામા મુજબ મહેસાણા શહેરમાં ૧૨મી મે સુધી ફક્ત મેડિકલ સ્ટોર, દૂધ કેન્દ્ર, કરિયાણાની દુકાનો, અનાજ દળવાની ઘંટી તેમજ જાહેરનામામાં પરવાની આપેલાં અન્ય એકમો જ ખુલ્લાં રાખી શકાશે. આ સિવાયનાં એકમો ખુલ્લાં જણાશે તો જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરાશે અને સીલ કરવામાં આવશે તેવી જાહેર સૂચના પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જાહેર કરી હતી. જે મુજબ મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓએ બુધવારે શહેરમાં તપાસ કરતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાતાં પાંચ દુકાનો સીલ કરી હતી. માલગોડાઉનમાં આવેલી જય ચેહર ડેકો ગ્રીલ હાર્ડવેર, મોઢેરા રોડ સુવર્ણધામ ફ્લેટ નીચે આવેલી ભવાની હેર સ્ટાઈલ, અવસર પાર્ટીપ્લોટની બાજુમાં બ્રાઈટ હેર સલૂન, ટીબી રોડ પર આરંભ ફ્લેટ નીચે એ સ્ટાર ફેમિલી હેર સલૂન તેમજ એસટી વર્કશોપ રોડ પર પૂજા સિલેક્શન નામની દુકાનો સીલ કરાઈ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.