મહેસાણા જીલ્લાના ઉંઝામાં રૂા.૧.૯૦ કરોડની કરચોરી પકડી લેવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના ઉંઝામાં રૂા.૧.૯૦ કરોડની કરચોરી પકડી લેવામાં આવી છે. દરોડામાં ૩૯ વેપારીઓમાંથી ૧૦ વેપારીઓના કોમ્પ્યુટર અને લેપટોપ ઉપરાંત ૧૪ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટરમાંથી ડીલીટ કરી દેવામાં આવેલા ડેટાની વિગતો મેળવવા માટે આઇટી એક્સપર્ટની મદદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.

સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ઊંઝામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતી સ્ટેટ જીએસટીની તપાસમાં કુલ 1.90 કરોડથી વધુની ટેક્સચોરી બહાર આવી છે. વેપારીઓ જીરૂનો માલ ફેરબદલ કરી વરિયાળીનું બિલ બનાવી એક ટ્રકે રૂા. ૮૦,૦૦૦ની ટેક્સની ચોરી કરતાં હોવાનું બહાર આવી રહ્યું છે. રેડના સમગ્ર ઘટનાક્રમને પગલે વેપારી આલમમાં ફાટફૂટ હોવાની આશંકા ઉભી થઇ છે., ઊંઝામાં નબળી ક્વોલિટીના જીરૂના મણદીઠ ભાવ રૂા.૨૮૦૦ની આસપાસના અને બેસ્ટ ક્વોલિટી માલના ભાવ રૂા. ૩૧૦૦થી ૩૨૦૦ના છે. તેની સામે નબળી ક્વોલિટીની વરિયાળીના મણદીઠ ભાવ રૂા. ૫૦૦ અને મિડિયમ ક્વોલિટીના ભાવ રૂા. ૧૩૦૦થી ૧૪૦૦ના છે. આ બંને વચ્ચેનો ગાળો એક ટને રૂા. ૮૦૦૦ની આસપાસનો છે. આ ગાળાને પરિણામે ક્વિન્ટલે રૂા. ૪૦૦ અને ટન દીઠ રૂા.૪૦૦૦ની ચોરી થઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કરચોરીની રજૂઆત બાદ અત્યાર સુધીના ઘટનાક્રમથી ઉંઝાના વેપારી આલમમાં પ્રામાણિક અને કરચોરી કરતા વેપારીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ બન્યો છે. આનાથી વેપારીઓની માનસિકતાને પગલે કહીં ખુશી કહીં ગમથી ફાટફુટ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.