તારીખ ૧૯ મે ૨૦૧૮

ઇન્ચાર્જ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

લોકોના  કામોમાં સંવેદનશીલતા દાખવીએ- ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.વાય દક્ષિણી

મહેસાણા

ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં જિલ્લામાં આત્મવિલોપન અરજીઓ બાબતે હકારાત્મક વલણ રાખી નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં જળસંચયના  કામોની પ્રગતિ બાબતે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ચાર્જ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં જિલ્લા સ્વાગત,તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાય છે જેમાં આવેલ પ્રશ્નોનું હકારત્મક નિવારણ કરી સંવેદનશીલતા દાખવા સુચના આપી હતી. આ ઉપરાંત માન પ્રધાનમંત્રીશ્રી પોર્ટલ અને માન મુખ્યમંત્રીશ્રીના પોર્ટલ પરના પ્રશ્નોનું નિરાકરણ કરી ઓનલાઇન એન્ટ્રી કરવા સંબધિત વિભાગોને સુચના આપી હતી

બેઠકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક,નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા પંચાયત પ્રમુખ ધારાસભ્યો સર્વશ્રી ઋષિકેશભાઇ પટેલ,ભરતજી ઠાકોર,આશાબહેન પટેલ,વનવિભાગના અધિકારી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: