મહેસાણા જિલ્લામાં વિવિધ નહેરોમાં બિનઅધિકૃત પાણીના જથ્થાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લામાં વિવિધ નહેરોમાં બિનઅધિકૃત પાણીના જથ્થાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ
મહેસાણા
મહેસાણા જિલ્લામાં વિવિધ નહેરોમાં પીવાના પાણી માટે રાખવામાં આવેલ અનામત જથ્થામાંથી કોઇ ઇસમ,ખેડુત કે સંસ્થા દ્વારા બિન અધિકૃત રીતે પાણીના જથ્થાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ આદેશ ૧૮ જુલાઇ ૨૦૧૯ સુધી અથવા બીજો હુકમ થાય ત્યાં સુધીના સમયગાળા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે વિવિધ કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
અનામત રાખેલ નહેર,કેનાલોતેમજ તેની શાખા નહેરોમાંથી કોઇ વ્યક્તિઓ પંપ દ્વારા,ટેન્કર દ્વારા અગર બીજો કોઇ સાધનો દ્વારા પાણી ભરવું નહિ,ભરાવવું નહિ,લઇ જવું નહિ કે સિંચાઇ માટે ખેચવું નહિ કે પાઇપલાઇનો તોડવી નહિ.નહેર કેનાલોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપ લાઇનો તથા કેનાલો સાથે ચેડા કરવા નહિ કે પાઇપલાઇનો તોડવી નહિ. નહેર,કેનાલની હદથી ૫૦૦ મીટરની ત્રિજ્યામાં નવા બોર કરવા નહિ કે કરાવવા નહિ તેમજ નવા ડીપવેલ,સબમર્શીબલ પંપથી પાણી કોઇપણ વ્યક્તિ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહિ કે કરાવી શકશે નહિ
મહેસાણા જિલ્લામાં પસાર થતી નર્મદા મુખ્ય નહેર,સૌરાષ્ટ શાખા નહેર,ઝીંઝુવાડા શાખા નહેર તેમજ તેની શાખા નહેરો તથા પાણી વિતરણ પાઇપ લાઇનોને આવરી લેવા વિસ્તાર જેનો હેતુ ફક્ત મહેસાણા જિલ્લાના ગામો તથા શહેરો માટે પીવાનું પાણી પુરૂ પાડવા માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવેલ છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાની અખબારી યાદીમાં જણાવાયું છે

શેર કરવા અહીં ક્લિક કરો.