મહેસાણા: કટોસણથી 36,000નો વિદેશી દારૂ ઝડપી પાડતી સાંથલ પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

લોકસભા ચુંટણીને લઇ મહેસાણા પોલીસ અધિક્ષકની સુચનાને આધારે ડી.વાય.એસ.પી. મહેસાણાના માર્ગદર્શન હેઠળ સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ ગડરીયા,પીએસઆઇ આઇ.આર.દેસાઇ તથા સ્ટાફના માણસો સાથે મહેસાણા જીલ્લાના કટોસણ ગામે રેડ પાડવામાં આવી હતી. કટોસણના ઢુકડા દરબાર વાસમાં રહેતા ઝાલા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ જગુભા રધુભાના ઘરે બાતમીને આધારે તપાસ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ દરમ્યાન ઘરની બાજુમાં બનાવેલ ખુલ્લા બાથરૂમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-90 જેની કિંમત. રૂ. 36,000નો મુદ્દામાલ પડી પાડયો હતો. જોકે, ઝાલા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ જગુભા રધુભા રેઇડ દરમ્યાન ઘરે હાજર ન હોઇ ધી પ્રોહી એકટ કલમ 65એઇ, 116 બી મુજબની ફરીયાદ આધારે સાંથલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગમ્યું તો આગળ શેર કરો.