મહેસાણા

ક્રોનીક આઇટીપીની બીમારી વચ્ચે 53 ટકા મેળવ્યા, પ્રિન્સપાલે પોતાની ખુરશીમાં બેસાડીને સન્માન આપ્યું

chronic illness girl student get 53% in 10th std , Principal honored her
  • બીમારીના કારણે કશીશના શરીરમાં નવું લોહી બનતું નથી

મહેસાણાઃ મહેસાણાની એમએમવી કન્યા વિદ્યાલયની છાત્રા કશીશ મધુસુદન સોલંકી ક્રોનીક આઇટીપી બીમારી વચ્ચે ધોરણ-10ની પરીક્ષામાં 53 ટકા મેળવ્યા છે. આ બીમારીના કારણે કશીશના શરીરમાં નવું લોહી બનતું નથી. જેને લઇ તેને દર 10 દિવસે નવું લોહી ચડાવવા અમદાવાદ જવું પડે છે. પરીક્ષા દરમિયાન પણ તેની આ સ્થિતિ રહી હતી. ગંભીર બીમારી સામે દઢ મનોબળ સાથે લડી રહેલી કશીશ હવે સાયન્સ ફિલ્ડમાં જવા ઇચ્છે છે. તેના આ હોંસલાને બિરદાવતાં શાળાનાં આચાર્યા ઊષાબેન ચૌધરીએ તેમની ખુરશી પર બેસાડી સન્માન આપ્યું હતું.

COMMENT
Contribute Your Support by Sharing this News: