મહેસાણાના પરા સ્થિત નિજધામમાં છેલ્લા બે દિવસથી દૈનિક ૨૭ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, અહીં ગેસ આધારિત બે ચિતા પૈકી એક બંધ થઈ ગઈ હોવાથી અંતિમ સંસ્કારમાં થતા વિલંબના કારણે કલાકો સુધી મૃતદેહો લાઈનમાં પડ્યા રહે તેવી સ્થિતિને લઈને પાલિકા દ્વારા બીજું વૈકલ્પિક સ્મશાન કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો સૌથી વધુ આતંક મહેસાણા શહેર અને તાલુકામાં છે, જેને લઈને મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલા નિજધામમાં દૈનિક મોટી સંખ્યામાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હોય તેવા મૃતદેહો હોવાથી તેવા મૃતદેહોને ગેસ આધારિત ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. જો કે, મહેસાણાના નિજધામમાં સતત અંતિમ સંસ્કાર ચાલુ રહેતાં ગેસ આધારિત બે ચિતા પૈકી એકનું વાયરિંગ બળી ગયું હોવાથી હાલમાં એક જ ચિતા ચાલુ છે. એવા સમયે છેલ્લા બે દિવસથી અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યા પણ વધી છે. પરાના નિજધામમાં છેલ્લા બે દિવસથી દૈનિક ૨૫થી ૨૭ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એક ચિતા બંધ છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હોય તેવા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં વિલંબ થતો હોવાથી અહીં મૃતદેહોનો ખડકલો થઈ જતો હોય છે. કલાકો સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. મંગળવારે બપોરે પરાના નિજધામમાં એક સાથે ૧૧ જેટલા મૃતદેહોનો ખડકલો થઈ ગયો હતો.
બીજી તરફ સિદ્ધપુરના મુક્તિધામમાં પણ અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં મૃતદેહો આવવાના કારણે સતત ચાલુ રહેતી ચિતાઓનું સમારકામ કરવાની જરૂર પડી હોવાથી તેમણે આસપાસના ૨૦ કિમી સિવાયના વિસ્તારમાંથી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સિદ્ધપુર ન આવવા અપીલ કરી છે. જેને લઈને મહેસાણાના નિજધામમાં હજુ પણ અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યા વધે તો મોટી સમસ્યા સર્જાય તેવી સંભાવના છે ત્યારે પાલિકા દ્વારા શહેરમાં હંગામી સ્મશાન કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે.
પાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ નાગલપુર ખારી નદી પાસે આરટીઓ કચેરીની પાછળની જગ્યા નક્કી કરી છે. જ્યાં અંતિમ સંસ્કાર માટે લોખંડનાં માળખાં, લાકડાં, છાંયા સાથેની બેઠક વ્યવસ્થા, પાણી, લાઈટ વગેરેની વ્યવસ્થા કરી બે દિવસમાં સ્મશાન કાર્યરત કરાશે. જેથી શહેરીજનોને સ્વજનોના અંતિમ સંસ્કાર માટે મુશ્કેલીમાં ના મુકાવું પડે.
મહેસાણા માં કોરોના કાળ માં મૃતદેહો નો ખડકલો થવાથી તંત્ર એ તજવીજ હાથ ધરીમહેસાણા સ્મશાન માં એકજ ભઠ્ઠી હોવાથી પાલિકા એ હંગામી સ્માશન ઉભું કર્યુંમહેસાણા આર.ટીઓ કચેરી પાસે હંગામી સ્મશાન પાલિકા એ ઉભું કર્યુંતાત્કાલિક સ્મશાન ઉભું કરાતા અંતિમ વિધિ માં ઘટશે વેઇટિંગ