ઓશો આશ્રમ માં રસોઈયા તરીકે કામ કરતા યુવાને રૂમમાં ચાદર ની મદદથી ગળે ટુંપો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે વહેલી સવારે અચાનક રૂમમાં જ આ રસોઈયા એ આપઘાત કરી લીધો હતો જેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આગ્રા ના ઇમલીપુરા ગામનો 27 વર્ષ નો ધર્મવીર અશોક કુમાર નાયિ અને તેનો ભાઈ ધર્મપાલ બે મહિના થી મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા ઓશો આશ્રમ માં રસોડામાં કામ કરતો હતો અચાનક ધર્મવીર રૂમમાં ગયો અને ચાદર પંખે બાંધી ગળે ટુંપો ખાઈ આપઘાત કર્યો હતો એક કલાક બાદ રૂમ પર ગયેલા મૃતક ના ભાઈ ધર્મપાલે દરવાજો ના ખુલતા બારી માંથી નજર કરતા ભાઈ ની લાશ જોઈ આશ્રમ ના સંચાલક સહિત ને જાણ કરી હતી જોકે આ આત્મહત્યા શા માટે કરવામાં આવી હતી તેનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી ત્યારે આ બાબતે ઓશો આશ્રમ ના સંચાલકો એ પણ મૌન સેવ્યું છે પરંતુ બનાવ ની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને લાશ નું પંચનામું કરાવી પી એમ કારવ્યુ હતું

Contribute Your Support by Sharing this News: