માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિગમને અનુરૂપ મહેસાણા જિલ્લાનાં લોકોની ફરીયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ જુન ૨૦૧૮ ના રોજ યોજવામાં આવનાર છે. આ અંગે મહેસાણા જિલ્લાના જે લોકો પોતાના પ્રશ્નો રજુ કરવા માંગતા હોય તેઓએ ૧૧ જુન સુધીમાં જિલ્લા કલેકટર કચેરી રજિસ્ટ્રી શાખા મહેસાણાને મોકલી આપવાના રહેશે.અરજીના મથાળે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેનો પ્રશ્ન લખવાનો રહેશે તેમ જિલ્લા કલેકટર મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

Contribute Your Support by Sharing this News: