વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા બે દિવસથી દરેક વ્યક્તિ લોકડાઉનનું પાલન કરતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આવા સમયે રોજમદારો અને મજુર વર્ગ પરિવાર માટે  ગુજરાન ચલાવવાનું મુશ્કેલીભર્યું બન્યુ છે. માટે જ દરરોજ ખાવાપીવા માટે ક્યાં જાય તેનો પ્રશ્ન ઊભો થતાં પોલીસ તેમના માટે આશીર્વાદ રૂપ બની છે. કેટલાક લોકો આ ગંભીર પરિસ્થિતિને ટાળવા ચાલતા ચાલત હિજરત કરી પોતાના વતનમાં જઈ રહ્યા છે. આવા અનેક મજૂર વર્ગના લોકોને પોલીસ જરૂરિયાતની ચીજવસ્તુઓ અને કરિયાણું પૂરું પાડી રહી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવા કેટલાક પરિવારોને એક સપ્તાહ ચાલે તેટલું કરિયાણું સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. 2000 જેટલી જરૂરિયાત ચીજવસ્તુઓની કીટ બનાવીને મદદરૂપ થવા માટે સરાહનીય પ્રયાસ સોલા હાઇકોર્ટે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઇ આ પરિવારો પોલીસને પણ આશીર્વાદ આપી રહ્યા છે. પોલીસ ગુનેગારો પાસેથી ભલે કામ લેતી હોય પરંતુ ગરીબોના બેલી બની મદદરૂપ થતો પોલીસનો ચહેરો શહેરીજનો માટે એટલું જ મહત્વનું છે.

 

 

Contribute Your Support by Sharing this News: