ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી.પોલીસ*

શેર કરવા અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર, ગૃહ વિભાગ તરફથી નાસતા ફરતા આરૉપીઓ પકડવા આપવામાં આપેલ ઝુંબેશ અનુસંધાને મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી *નિલેશ જાજડીયા સાહેબ* નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ રાખવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. *પો.સબ ઈન્સ.શ્રી એમ.ડી.ચંપાવત* નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના *અનાર્મ હેડ કોન્સ.વિરેન્દ્રસિંહ, ચેતનકુમાર, અનિલકુમાર, જયવીરસિંહ* વિગેરેનાઓ કડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે *કડી પો.સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૨૪૮/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(ર),૮૧* મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો *આરોપી ઝાલા યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલો મહેન્દ્રસિંહ રહે.મેમદપુર તા.જોટાણા જી.મહેસાણા* વાળાને આજરોજ તા.૧૮/૧૨/૨૦૧૮ ના રોજ આદુંદરા બસ સ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી કાયદેસર થવા સારૂ કડી પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
*આમ, મહેસાણા એસ.ઓ.જી.ને વધુ એક નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે.*
શેર કરવા અહીં ક્લિક કરો.