ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૧૭૪ કિ.રૂ.૨,૭૭, ૪૦૦/-નો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા*

શેર કરવા અહીં ક્લિક કરો.
*મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ* નાઓએ 31મી ડીસેમ્બરની ઉજવણી નિમિત્તે પ્રોહીબીશનની કામગીરી સારૂ કરેલ સૂચના આધારે *એલ.સી.બી. મહેસાણા પોલીસ ઇન્સ. તથા પોલીસ સબ ઇન્સ.શ્રી આર.જી.ચૌધરી તથા હેડ કો. દિલીપકુમાર ગોવિદભાઇ તથા પો.કો. અબ્દુલગફાર સૈયદઅલી* તથા પોલીસ હેડ કર્વાટર મહેસાણાના પોલીસના માણસો સાથે મળેલ હકીકત આધારે ટીનુભા ઝાલા રહે-દેકાવાડા તા-દેત્રોજ જી-અમદાવાદનાઓ તેજપુરથી કટોસણ ગામ વચ્ચેના ખરાબાની બાવળની જાડીમાં ગે.કા રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ કરે છે જે માહિતી મળતા કટોસણ વિસ્તારમાં ખરાબાની જાડીઓમાં એક સફેદ કલરના પીકઅપ ડાલાને ઉભુ રખાવવા જતા ગાડીનો ચાલક ભાગી ગયેલ જે પીકઅપ ડાલાને ચેક કરતા *ભારતીય બનાવતના વિદેશી દારૂની બોટલ નંગ-૨૧૭૪ કિ.રૂ.૨,૭૭,૪૦૦/- મળી* આવતા  બોલેરો પીકપ ડાલુ નં. જી.જે.૦૯.એ.યુ.૧૬૦૬ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ મળી *કુલ રૂ.૭,૮૨,૪૦૦/- નો*  મુદ્દામાલ સાથે *ટીનુભા ઝાલા રહે-દેકાવાડા તા-દેત્રોજ જી-અમદાવાદ તથા પીકઅપ ડાલાના ડ્રાયવર* વિરૂધ્ધ સાંથલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ કલમ ૬૫-એ.ઇ, ૧૧૬-બી, ૮૧, ૯૮(ર) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી કરવામાં આવેલ છે.
  આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાને ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં વધુ એક સફળતા મળેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.