ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરને ચોથા ક્રમે ઉતારી શકે છે

શેર કરવા અહીં ક્લિક કરો.

નવી દિલ્હીઃ વિશ્વકપની ટીમને લઈને ઘણા ચોંકાવનારા નિર્ણય લેવાતા રહ્યાં છે અને  આ ક્રમમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તમિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરને આગામી ટૂર્નામેન્ટમાં ચોથા ક્રમ પર અજમાવી શકે છે. આ પહેલા પણ 2003 વિશ્વકપમાં ભારતીય ટીમે દિગ્ગજ વીવીએસ લક્ષ્મણની જગ્યાએ દિનેશ મોંગિયાને તક આપી હતી જે સ્પિન બોલિંગ કરનાર ઓલરાઉન્ડર ખેલાડી હતો. ભારતમાં 2011માં યોજાયેલા વિશ્વકપમાં યુવરાજ સિંહે 5માં બોલરની ભૂમિલા નિભાવી અને ટૂર્નામેન્ટમાં 15 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

શંકરને મળી રહ્યો છે રાયડૂનો પડકાર
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા સ્થાન પર કોન ઉતરશે તે હજુ નક્કી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ ત્રણ સપ્તાહમાં લગભગ તેના પરથી પડદો ઉઠી જશે. વિશ્વકપ માટે ટીમની જાહેરાત 15 થી 20 એપ્રિલ વચ્ચે થઈ શકે છે. પરંતુ તે જાણવા મળ્યું છે કે, ભરતીય ટીમ મેનેજમેન્ટ શંકરની ટેકનિકથી સંતુષ્ટ છે અને તેનાથી પણ જરૂરી વાત એ છે કે, તે દવાબની સ્થિતિ પણ સહન કરી શકે છે. આ નંબર પર બેટિંગ માટે શંકરને સૌથી વધુ પડકાર રાયડૂનો મળશે.

ફોર્મમાં નથી રાયડૂ
રાયડૂની વનડેમાં એવરેજ 47થી વધુ છે, પરંતુ તે લયમાં નથી. ટીમ સાથે જોડાયેલા એક સૂત્રએ મંગળવારે રહ્યું, તે વાત ચોક્કસ છે કે રાયડૂએ વેલિંગ્ટનમાં 90 રનની ઈનિંગ રમ્યા બાદ પણ તે પ્રકારનું પ્રદર્શન નથી કર્યું જેમાં તેના પર વિશ્વાસ કરી શકાય. જો તે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરે તો તેને તક મળી શકે છે. પરંતુ તેના વિશે સામાન્ય ધારણા છે કે, જે પણ મોટી ઈનિંગ રમી છે

શેર કરવા અહીં ક્લિક કરો.