ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી બાજપાઇજીના દુઃખદ્ નિધન પર શોક .

શેર કરવા અહીં ક્લિક કરો.

 

તા. ૧૬.૦૮.૨૦૧૮

—————-

ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી બાજપાઇજીના દુઃખદ્ નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી

—————-

કવિહદયી અને વાત્સલ્યમૂર્તિ તેવા આદરણીય અટલજીના આદર્શો, તેમના વક્તવ્યો તેમજ તેમના જીવનમાંથી મારા જેવા હજારો કાર્યકરોને પ્રેરણા મળતી રહી છે. – શ્રી જીતુભાઇ વાઘાણી

—————-

સમગ્ર ભારતે આજે એક મહાપુરૂષ ગુમાવ્યા છે, તેઓ હવે સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્યચેતના હરહંમેશ આપણને માર્ગદર્શન આપતી રહેશે – શ્રી જીતુભાઇ વાઘાણી

—————-

ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા આદરણીય અટલ બિહારી બાજપાઇજીના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર ભારત અને ભાજપાએ એક મોભી અને વાલી ગુમાવ્યા હોય તેવો અહેસાસ થાય છે. આદરણીય અટલજીના નિધનથી સમગ્ર દેશની જનતા અને ભાજપાના કરોડો કાર્યકર્તાઓ અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે, આવા એક યુગપુરુષને હદયપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૧૯૮૦માં ભાજપાની સ્થાપના થઇ ત્યારે મુંબઇ ખાતેના કાર્યકર્તા અધિવેશનમાં જે રણકા અને ખુમારી સાથે એમણે કહ્યું હતુ કે ‘‘અંધેરા છટેગા, સુરજ નીકલેગા ઔર કમલ ખીલેગા’’ એ વાત કેન્દ્રમાં તથા દેશના ૨૦ જેટલા રાજ્યોમાં ભાજપા સરકારો બનતા સત્ય સાબીત થઇ છે. માનનીય અટલજી ૨૪ જેટલા પક્ષોને સાથે રાખી અને ૬ વર્ષ સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. દરેક સંજોગોમાં તેઓએ અડગ રહી દેશહિતને પ્રાધાન્ય આપ્યુ છે. ચાહે સત્તામાં હોય કે ચાહે વિરોધપક્ષમાં હોય, ચાહે યુનોમાં ભારતનો પક્ષ રાખવાની વાત હોય, ચાહે પરમાણું પરિક્ષણની વાત હોય કે ચાહે આર્થિક પાબંદી સામેની નીતિઓની વાત હોય, તેમણે હંમેશા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે સમતા અને શાલીનતા ગુમાવ્યા વગર કાર્ય કર્યુ છે. તેઓએ ‘‘વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ’’ ના સૂત્રને સાર્થક કરી હરહંમેશ રાષ્ટ્રહિતમાં કાર્ય કર્યુ છે.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આદરણીય અટલજીનો ગુજરાત સાથેનો અતૂટ નાતો રહ્યો છે. ભાજપાનું આ વટવૃક્ષ અટલજીને આભારી છે. કવિહદયી અને વાત્સલ્યમૂર્તિ તેવા આદરણીય અટલજીના આદર્શો, તેમના વક્તવ્યો તેમજ તેમના જીવનમાંથી મારા જેવા હજારો કાર્યકરોને પ્રેરણા મળતી રહી છે. સમગ્ર ભારતે આજે એક મહાપુરૂષ ગુમાવ્યા છે, તેઓ હવે સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્યચેતના હરહંમેશ આપણને માર્ગદર્શન આપતી રહેશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ પણ આદરણીય અટલજીને શ્રધ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો.

આદરણીય અટલજીના નિધનની આ વસમી વેળાએ પ્રદેશ ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન સહિત તમામ કાર્યક્રમો હાલ પુરતા મોકુફ રાખવામાં આવ્યા છે.

સદ્ગતના અંતિમ દર્શન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા આવતીકાલે સવારે દિલ્હી જવા રવાના થશે.

શેર કરવા અહીં ક્લિક કરો.