ભાભર તાલુકાના મીઠા નજીક અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ જતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજે ભાભર નજીક આવેલ ભાભર -દિયોદર હાઇવે રોડ ઉપર આવેલ મીઠા ગામ નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક ખેમાજી ચમનજી ઠાકોર ને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.