છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના નેતા રેશમા પટેલ ભાજપ પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે તેઓ કોઈના કોઈ મુદ્દે ભાજપ પર આરોપ લગાવાનું છોડતા નથી. ત્યારે આ વખતે ભાજપના યુવા મોરચાના આગેવાન ઋત્વિજ પટેલે રેશમા પટેલની ઝાટકણી કાઢી છે. ઋત્વિજ પટેલે જણાવ્યું કે, જાહેરમાં બોલવાથી કોઈ સાંભળવાનું નથી, રેશ્મા પટેલે યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે રેશમા પટેલ પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારથી ભાજપમાં જોડાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ પક્ષની વિરુદ્ધ આક્ષેપો લગાવી રહ્યાં છે. ભાજપની વિરુદ્ધ તેઓ આકરા પ્રહારો કરવા માટેની એક પણ તક ચુકતા નથી. ત્યારે ફરીથી રેશમા પટેલે ભાજપની સામે બાયો ચડાવી છે.
વાયબ્રન્ટ ગુજરાતના પોસ્ટરને લઈને રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેનો ફોટો પોસ્ટરમાં ન હોવાથી પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમજ રેશમાએ આરોપ લગાવતા કહ્યું કે, નીતિન પટેલની ભાજપને જરૂર હોય તેવું લાગતુ નથી તેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યાં છે.
રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો ભાજપના મોટા નેતાઓને જ હાંસિયામાં ધકેલવામાં આવતા હોય તો નાના કાર્યક્રરોતો ક્યાય બાજુમાં રહ્યાં. તેમજ ભાજપમાં નેતાઓના કહેવા પ્રમાણે કાર્યકરો કામ કરે તો જ તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે, જેના લીધે ભાજપના ઘણા કાર્યક્રરોને મુશ્કેલી થઈ રહી છે અને તેમના કામ પણ પક્ષ દ્વારા કરવામાં આવતા નથી.

Contribute Your Support by Sharing this News: