પોલીસે નિતીન પટેલ અને રાહુલ પટેલ સહિત બે શુટરો તેમજ મનિષા ગોસ્વામીને આરોપી બનાવ્યા

ગુજરાતના ભારે ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળી હત્યા કેસનો 23 દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. અંગે માહિતી આપતા ક્રાઇમ બાંચે છબીલ પટેલને હત્યા પાછળનું ભેજુ માની આરોપી બનાવ્યા છે. આ સાથે મનિષા ગોસ્વામી સહિત બે શાર્પ શુટરો પણ પોલીસના સકંજામાં આવ્યા છે.ક્રાઇમ બ્રાંચના આઇપીએસ અજય તોમરે જણાવ્યું હતુ કે, જયંતિ ભાનુશાળીની કચ્છના જ છબિલ પટેલ સાથે દુશ્મની હોવાનું ફરીયાદીના પરિવારજનોએ જણાવ્યું હતુ. આથી પોલીસે છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબિલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતિ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં બંને આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપીઓએ પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડ અંગે સઘળી વિગતો જણાવતા પોલીસ માટે કેસ સરળ બની ગયો છે. જેમાં આરોપીઓએ જણાવ્યું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત પરદેશીએ મદદ કરી હતી. આ પછી મનિષા ગોસ્વામી અને છબિલ પટેલે હત્યાનું સમગ્ર પ્લાનિંગ કરી ચાલુ રેલ્વેમાં જ જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી દીધી હતી

Contribute Your Support by Sharing this News: