NDA સરકારમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લીધા. ત્રીજી ટર્મમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ કેબિનેટ પદના શપથ લીધાં. ત્યાર બાદ હવે ભાજપના પ્રદેશના પ્રમુખ તાજ કોના શિરે તે મુદ્દે મંથન તેજ બન્યું છે. કોણ કોણ પ્રદેશ પ્રમુખ રહ્યું. પ્રદેશ પ્રમુખ પદ માટે કોના નામની અટકળો ચાલી રહી છે
જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખીને બનાવી શકે પ્રદેશ પ્રમુખ
અત્યાર સુધીમાં ભાજપમાંથી પ્રદેશ પ્રમુખનું ફકત એક નામ એવું છે કે, જે બક્ષીપંચ સમુદાયના આવતા કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ બન્યા હોય, પરંતુ વર્ષો બાદ બક્ષીપંચ સમુદાયમાંથી કોઈ નેતાને તક મળે તો નવાઈ નહીં. જણાવી દઈએ કે, વર્તમાન કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે ખેડા બેઠક માટે ચૂંટાયેલા દેવુસિંહ ચૌહાણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી, એટલે હવે દેવુસિંહ સરકાર અને સંગઠનની કામગીરી અનુભવના આધારે તક આપી શકે છે. આવું જ બીજું નામ મધ્ય ગુજરાતમાંથી વર્તમાન મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પદના શપથ લીધા બાદ હવે ગુજરાતમાં સંગઠનમાં મોટો બદલાવ આવી શકે છે. ત્યારે હવે નવા ગુજરાત પ્રદેશ પ્રમુખના નામોની અટકળો તેજ બની ગઈ છે. હવે ક્યાં ચહેરાને ભાજપ તક આપે છે, તે માટે સૌ કોની નજર પ્રદેશ પ્રમુખના તાજ પર જોવા મળી રહી છે. જોકે, હાલ તો પ્રદેશ પ્રમુખના પ્રમુખના નામ માટે જનરલ કેટેગરીમાંથી વર્તમાન ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા મહામંત્રી રજની પટેલ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના નામો ચર્ચાઈ રહ્યા છે.
ગુજરાત ભાજપમાં મોટા ફેરફારો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પદના શપથ લીધા બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે.