ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બાદ અંબાજી પહોંચ્યા, માતાના દર્શન કરી ધ્વજા ચઢાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

બનાસકાંઠા: લોકસભા ચૂંટણી પરિણામો આવી રહ્યા છે અને એકવાર ફરી મોદી સરકાર આવશે તે નિશ્ચિત થઈ ગયું છે, ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવારોમાં પણ ખુશી છવાઇ છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત બાદ મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. પરબતભાઇએ માતાના દર્શન કરી આશીર્વાદ લીધા અને માતાજીના મંદિરે ધ્વજા ચઢાવી હતી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલની જંગી લીડથી જીત ભાજપના કાર્યકરોએ પાલનપુરના રાજ માર્ગો પર વરઘોડો કાઢી જીતનો જશ્ન મનાવ્યો
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં આજે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર પરબત પટેલ જંગી લીડથી વિજયી બન્યા હતા. જેમાં ભાજપના કાર્યકરોએ પાલનપુરમાં રાજમાર્ગો પર વરઘોડો કાઢીને જીતનો જશ્ન મનાવ્યો હતો.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજ્યના મંત્રી પરબત પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેની સામે કોંગ્રેસે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી પટેલને ટિકિટ આપી હતી. જેમાં અગાઉથી જ ભાજપની જંગી બહુમતીથી જીત થાય તેવી સંભાવના જોવા મળી રહી હતી. દરમિયાન આજે પાલનપુર તાલુકાના જગાણા ખાતેની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ ૨.૨૬ લાખથી વધુની જંગી લીડથી વિજયી બન્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવા માટે પાલનપુરના રાજમાર્ગો પર વરઘોડો કાઢીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થવા પામી છે. આજે મતગણતરી કેન્દ્ર પર ભાજપના ઉમેદવાર પરબત પટેલે મુલાકાત લીધી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ કે તેમના સમર્થકો ફરક્યા પણ ન હતા.
અહેવાલ:- જ્યંતિ મેતીયા

શેર કરવા અહીં ક્લિક કરો.