અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાં પગ લપસી જતા ડૂબી ગયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં રહેતી સરસ્વતીબેન રમેશભાઈ વસાવા અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગમાં આવી હતી. જે કુદરતી હાજતે ગઈ હતી, તે વેળા નહેર પાસે પાણી લેવા જતા તેણીનો પગ લપસી જતા નહેરમાં ડૂબી ગઈ હતી. આજરોજ તેણીનો નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસે સ્થળ પર દોડી આવી બનાવ અંગે ગુનો નોંધી તેના મૃતદેહની પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: