બ્રેકીંગ@મહેસાણાઃમોડી રાત્રે પોલીસની દાદાગીરી, લક્ઝરી ડ્રાઈવરને મારતાં હોસ્પિટલ ખસેડાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાની મોઢેરા ચોકડી ઉપર લક્ઝરી ઉભી રાખવા બાબતે પોલીસે લક્ઝરીના ડ્રાઈવરને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ડ્રાઈવરને એવો માર્યો કે તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો. લક્ઝરીના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. જોકે પોલીસે લોકોના ટોળાને દૂર ખસેડ્યા હતા.                                                                                                               ગુરૂવારની રાત્રિના 11-15 કલાકે મળી રહેલી માહિતી અનુસાર મહેસાણાની મોઢેરા ચોકડી ઉપર લક્ઝરી ડ્રાઈવર અને પોલીસ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ચર્ચા થઈ હતી. જે બાદ પોલીસ દ્વારા આ ડ્રાઈવરને મૂઢ માર મારવાનું શરૂ કરતાં આજુબાજુથી પસાર થતા વાહનચાલકો અને લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. તેમજ ડ્રાઈવરને મૂઢ માર મારવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.                                                                                                                                                                                                                                                                                                                  મળતી માહિતી અનુસાર પોલીસની 7 ગાડીઓ મોઢેરા ચોકડી ઉપર આવી પહોંચી હતી. જ્યારે બીજી તરફ ડ્રાઈવરને માર મારતા લક્ઝરીના મુસાફરો રોડ ઉપર જ રખળી પડ્યા છે. જોકે લક્ઝરી અહીંથી નહી ઉપડે તેમ પોલીસને ચોખ્ખુ પરખાવી દેવામાં આવ્યું છે. હાલ તો મોઢેરા ચોકડી ઉપર ગરમ માહોલને લઈ વાત વાયુવેગે શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.                                       જ્યારે પોલીસના મારથી વધારે ઘાયલ થયેલ ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાતા લક્ઝરીના માલિકો ઉગ્ર બન્યા છે અને કલેક્ટર સુધી જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. રાત્રિના 12 કલાક સુધી લક્ઝરી માલિક અને પોલીસ બનાવ સ્થળે જ જોવા મળી રહ્યા છે.                                                                                                                                                                                                                            લક્ઝરીના ડ્રાઈવર અને પોલીસ વચ્ચે એકાએક ધમાચકડી મચી જતાં મુસાફરો ગભરાઈ જવા પામ્યા હતા. જોકે સ્થળ ઉપરથી જાણવા મળ્યા મુજબ ડ્રાઈવરને ચારથી પાંચ પોલીસવાળા ગાડીમાંથી ઉતરી મારવા ફરી વળ્યા હતા. જેથી મુસાફરો લક્ઝરીમાંથી નીચે ઉતરી આવ્યા હતા. અને પોલીસની દાદાગીરી જોઈ ગભરાટ અનુભવ્યો હતો.                                                                                               પોલીસની જાહેર સ્થળ ઉપર દાદાગીરીથી લક્ઝરી માલિક અને મુસાફરો રોષે ભરાયા છે. અને અત્યારસુધી મામલો થાળે પડ્યો નથી. ત્યારે લક્ઝરી માલિક તેમજ મુસાફરોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી કલેક્ટર દ્વારા સંતોષકારક જવાબ નહી મળે અને લેખીતમાં નહી આપવામાં આવે ત્યાં સુધી લક્ઝરી અહીં જ રહેશે. તેમજ મુસાફરો પણ સવાર સુધી બેસી રહેવા તૈયારી દર્શાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.