હુમલાખોરોએ તીક્ષ્‍ણ હથિયારના પાંચ ઘા ઝીંક્યા

બોટાદના ઢસામાં સ્વામિનારાયણ સ્વામી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘાતક હુમલો ચોરીના ઈરાદે કરવામાં આવ્યો છે, અને હુમલાખોર હુમલો કરીને ફરાર થઇ ગયો છે.

આ ઘટનામાં આરોપીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર તીક્ષ્‍ણ હથિયારના પાંચ જેટલા ઘા માર્યા હતા, જેના કારણે હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી આરંભી છે.

બોટાદના ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો થતો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેમને તાત્કાલિક સ્વામીને ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરૂકુળમાં ગત મોડી રાત્રે એકથી વધુ ચોર ઘૂસ્યા હતા. સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીઓએ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્‍ણ હથિયારોના પાંચ ઘા ઉપરા છાપરી ઝીંકી હુમલા કર્યો હતો.

આ અથડામણ દરમિયાન આરોપીઓએ સ્વામીને તીક્ષ્‍ણ હથિયારના પાંચ ઘા ઝીંકી દીધા હતા જેના પગલે સ્વામી લોહી લુહાણ થઈ ગયા હતા. આ ઘટનાના પગલે એસ.પી. અને ડી.વાય.એસ. પી સહીતનો પોલીસ કાફલો ગુરૂકુળ ખાતે પહોંચી ગયો હતો.આ ઘટનાને પગલે સ્વામીને ૧૦૮ને જાણ કરી સ્વામી અક્ષરપ્રકાશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બોટાદ જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો ડોગ સ્ક્વૉડ અને એફ.એસ. એલ સાથે ગુરૂકુળ ખાતે આવી પહોંચ્યો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: