બિટકોઈનના 12 કરોડ કૌભાંડમાં PI અનંત પટેલ, SP જગદીશ પટેલ અને માસ્ટરમાઇન્ડ કિરીટ પાલડીયાની ધરપકડ બાદ નલિન કોટડિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

:- બિટકોઈન 12 કરોડ કૌભાંડમાં  CID ક્રાઈમ દ્વારા આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. બપોર પછી નલિન કોટડિયા વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. આ નોટિસ અને વોરંન્ટ અંગે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં ઉપરાંત દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે CID ક્રાઈમના અધિકારીઓ અને ડાયરેક્ટર જનરલ ઓફ CID આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી,  જેમાં નવી આ કેમાં આગળની રણનીતિ નક્કી આવી છે. નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેને દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી છે. તો બપોર પછી બિન જામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. કલમ 70 હેઠળ નલિન કોટડિયા વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાતા હવે, નલિન કોટડિયાની ગમે તે ઘટીએ ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધીનગર ખાતે મળેલી બીટકોઈન કેસમાં રચાયેલી SITની બેઠકમાં, CID ક્રાઈમનાં DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં CID ક્રાઈમે નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ કાઢી છે. આ અંગેની જાણદેશના તમામ એરપોર્ટ પર કરી દેવાઈ છે. આમ હવે નલિન કોટડિયાની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. એટલું જ નહિં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. નલિન કોટડિયા દ્વારા જાહેર કરાયેલા એક પત્ર અને બે પ્રેસનોટ થકી તેમણે CID ક્રાઈમને 12મી સુધી તેમની ધરપકડ ન કરવા કહ્યું હતું. અને પોતે જ સામેથી CID ક્રાઈમ સામે ઉપસ્થિત થઈ જશે. એટલું જ નહિં આ મામલે વખત આવે શૈલેષ ભટ્ટ સાથે સંકળાયેલા મોટાં માથાનું નામ પણ જાહેર કરશે. હાલમાં પોતે બહાર છે તે CID ક્રાઈમને તપાસમાં સહકાર આપશે, તેવી સૂફિયાણી વાતો કરી હતી. પણ તે પ્રમાણે થયું નથી. આથી CID ક્રાઈમ દ્વારા તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. વળી કોટડિયાએ વધુંમાં એવું પણ કહ્યું હતું કે શૈલેષ ભટ્ટની એક  ઓડિયો ક્લિપ તેમની પાસે છે. જેને  મેળવવા માટે નેતાઓ અને શૈલેષ ભટ્ટ મને શોધી રહ્યા છે.  પુરાવાનો નાશ કરવા મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે. જો મારી હત્યા થશે તો આ લોકો જ જવાબદાર હશે. આ બધાં વચ્ચે બિટકોઈન કૌભાંડ પ્રકરણમાં CID ક્રાઈમ માટે નલિન કોટડિયાની શી ભૂમિકા હતી તે જાણવા માટે તેમની પૂછપરછ બેહદ જરૂરી છે. નલિન કોટડિયા અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. તેવા સંજોગોમાં નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેને દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી છે. PI અનંત પટેલ, SP જગદીશ પટેલ અને માસ્ટરમાઇન્ડ કિરીટ પાલડીયાની ધરપકડ બાદ હવે નલિન કોટડિયાની CID ક્રાઈમને તલાશ છે. ટૂંક સમયમાં CID ક્રાઈમ નવો ખુલાસો કરી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.