બાબરા પંથકમાં તસ્કરો નો તરખાટ એક સાથે ચાર જેટલી દુકાનો ના તાળા તૂટતાં  ભય ફેલાયેલ ને સામાન્ય રકમ ની ચોરી  થયેલ જેમાં  તસ્કરો થયા સીસીટીવી મા કેદ થયેલ છે ત્યારે  પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ આવેલ ..
વિઝન ….અમરેલી જીલ્લા ના  બાબરા પંથકમાં જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તે રીતે દિવસ રાત ચોરી ના બનાવો બનતા રહે છે   ત્યારે બાબરામાં ગત મોડી રાતે અહીં ભાવનગર રોડ પાસે આવેલ ગણેશ સ્ટીલ નામની દુકાન ના તાળા તોડી શટર ઊંચકાવી રૂ ૨૦૦૦ ની મતા ની ચોરી થયેલ છે અહીં દુકાનદાર દ્વારા મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા માં તસ્કરો કેદ થયા છે કુલ ચાર જેટલા તસ્કરો કેમેરામાં કેદ થયેલ  જયારે  બનાવમાં અહીં માર્કેટિંગયાર્ડ આવેલ વે બ્રિજ ના તાળા તોડી સામાન્ય રકમ ની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવેલ છે તેમજ  અહીં યાર્ડ ની અંદર આવેલ કમિશન એજન્ટ ની દુકાનો ના તાળા તોડી ચોરી નો પ્રયાસ કરેલ છે જોકે અહીં કોઈ સામાન કે રોકડ રકમ ની ચોરી થયેલ ન હોવાનું પંકજ ઇન્દ્રોડિયા એ જણાવેલ….
Contribute Your Support by Sharing this News: