બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દર ચૈત્રી અને આસો પૂનમે બહુચરાજીથી શંખલપુર લઇ જવાતી બહુચર માતાજીની પાલખીની સદી જૂની પરંપરા તોડી બંધ કરવાની હિલચાલ સામે શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

૩ જી જૂને મંગળવારે મળનારી ટ્રસ્ટની સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચા માટે એજન્ડામાં લેવાયો છે. બહુચરાજી ટ્રસ્ટની આ પરંપરાને તોડવાની કોશિશ સામે શંખલપુર મંદિર ટ્રસ્ટે હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પર૦૦ વર્ષથી મૂળ સ્થાનકે દર ચૈત્રી અને આસો પૂનમે બહુચરાજીથી શંખલપુર પાલખી આવે છે જેમાં પ૦ હજારથી વધુ શ્રધ્ધાળું ઓ ભાગ લે છે પરંતુ આ પાલખીને લઇને વિવાદ ઊભી કરાતાં શ્રધ્ધાળુંઓ આંચકો ખાઇ ગયા છે. મળતી માહિતી મુજબ આ પાલખી ન લાવવા માટે બે ટ્રસ્ટીઓનું અંગત સ્વાર્થ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ટ્રસ્ટી અમૃતભાઇ પટેલે કહ્યું હતું કે પોતાની સાથે આવેલા લોકોને ગર્ભગૃહમાં પૂજા કરવાનો મનસૂબો પૂરો નઇ થતાં આ વિવાદને રૂપ આપવામાંં આવ્યું છે. વધતા જતાં શંખલપુર મંદિરના મહિમાને જાઇ ન સકતાં કેટલાક લોકો દ્વારા શાંત જાળમાં પથ્થર નાખવાનું કામ કર્યું છે.

Contribute Your Support by Sharing this News: