બનાસકાંઠા જીલ્લામાં કાયદો કથળ્યો જીલ્લામાં ત્રીજી ફાયરીંગની ઘટના

શેર કરવા અહીં ક્લિક કરો.
ડીસા જી.આઈ.ડી.સી.માં વેપારી પર ફાયરીંગ

બે અજાણ્યા શખ્સોએ વેપારી પર કર્યું ફાયરીંગ

 ડીસા શહેરના જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આજે બે અજાણ્યા શખ્સોએ એક વાસણના વેપારી પર ફાયરીંગ કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.. ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.

વી.ઓ. : બનાસકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો હવે અસામાજિક તત્વોમાં બિલકુલ ડર રહ્યો નથી.. અને અસામાજિક તત્વો હવે ખુલ્લેઆમ ફાયરીંગ કરી રહ્યા છે.. ત્યારે આજે ડીસા શહેરમાંથી વધુ એક ફાયરીંગની ઘટના સામે આવી છે. આ અગાઉ છેલ્લા એક માસમાં બનાસકાંઠા જીલ્લામાં બે વખત ફાયરીંગની ઘટના બની છે. ત્યારે આજે વધુ એક ઘટના ડીસાના જી.આઈ.ડી.સી.માં વાસણ ના વેપારી પર ફાયરિંગ કરી ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે જેમાં જી આઈ ડી સી માં વાસણ ની ફેક્ટરી ના માલિક સુનિલ બોરદિયા પોતાની ફેક્ટરી માંથી ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે ફેક્ટરી ની બહાર નીકળતા જ અજાણ્યા ત્રણ શખ્સો એડ્રેસ પૂછવાના બહાને તેમની ગાડી ઉભી રખાવી હતી અને વેપારી એ પોતાની ગાડી ના કાચ ખોલતાજ એક શખ્સે તેમના પર ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જો કે આ બનાવ ની જાણ થતાંજ આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી .ફાયરિંગ થતા જમણા પગ ની જાંઘ પર ગોળી વાગતા ઇજાગ્રસ્ત વેપારી ને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો…

 આ બનાવ ની જાણ થતાંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી એ તપાસ હાથ ધરી છે જો કે આ મામલે હાલમાં પોલીસે કેમેરા આગળ કાઈ પણ કહેવાનું ટાળ્યું હતું..પરંતુ આર્થિક લેવેદ દેવડ મામલે આ ફાયરિંગ થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ….
શેર કરવા અહીં ક્લિક કરો.