બનાસકાંઠાના વાવ પંથક ની કેનાલો તૂટવાનો મુદ્દો પહેલા નંબરે છે. છેલ્લા એક જ મહિનામાં છથી સાત જગ્યાએ કેનાલો તૂટી છે. કેટલાક ખેડૂતોનો પાક અને જમીનો ધોવાણ થઈ છે. નર્મદાના અધિકારીઓની અણઆવડત થી કેનાલો તૂટી રહી છે. ક્યાંક કેનાલોની સફાઈ ના અભાવે તો ક્યાંક પાણી વધારે છોડવાથી કેનાલો તૂટી રહી છે. પાણી નો વેડફાટ થઈ રહયો છે. ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે. જ્યારે સરહદી પંથકના લોદ્રાણી માઇનોરમા ત્રીસ ફૂટનું ગાબડું પડતા ખેડૂતનો ચામાસુ પાક ધોવાઇ ગયો હોવાનુ ખેડુત જણાવી રહ્યા છે. આજસુધીમાં અહીં એક જ જગ્યાએ ચાર થી વધારે વાર કેનાલ તૂટી છે. લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જયારે ગંભીરપુરા ચુવા માઇનોરમાં પણ ભંગાણ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં નવીન બની રહેલ સાયફરનું કનેકશન કેનાલને  આપ્યા બાદ ભંગાણ થયું હતું. જેમાં પણ ગેરરીતીના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. સરકારના નાણાંનો પણ દૂર ઉપયોગ થતો હોય એવું લાગી રહ્યું છે. કેનાલો તૂટે અને રીપેરીંગ કરે બસ બિલ ઉધારવામાં જ કોન્ટ્રાકટરો મશગુલ છે. જ્યારે અવાર નવાર  પડી રહેલા ગાબડાઓથી ખેડૂતો કંટાળી ગયા છે. તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. જેથી  અવાર નવાર પડતા ગાબડા સામે છૂટકારો અપાવે એવી સરકાર પાસે રજુઆત કરી રહ્યા છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: