બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે શુક્રવારે વધુ ૨૮ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં પાલનપુર 15, ડીસા 5, ધાનેરા 1, દાંતીવાડા 1, થરા 1, ઇકબાલગઢ 1, દાંતા 2, ભાભર 1 અને વાવમાં 1 પોઝીટીવ કેસ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 500 પહોંચી ગઈ છે. જયારે મૃત્યુઆંક 28 થવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ સંક્રમણ વધતાં દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે  શુક્રવારે વધુ 28 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર 15, ડીસા 5, ધાનેરા 1, દાંતીવાડા 1, થરા 1, ઇકબાલગઢ 1, દાંતા 2, ભાભર 1, વાવ 1 પોઝીટીવ કેસ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 500 પહોંચી ગઈ છે.તેમજ મૃત્યુઆંક 28 થવા પામ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીસ ફેન્સીએ જણાવ્યું હતું કે,  પાલનપુરના જોડનાપરા, સ્વાતિ સોસાયટી, લક્ષ્મીપુરા ફાટક, તિરૂપતિ સોસાયટી, તુલસીપાર્ક, કમાલપુરા, બેચરપુરા, જનકપુરી સોસાયટી, સુખબાગ રોડ, ડીસા સોની બજાર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ આવ્યા હતા. કોરોના નું સંક્રમણ અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.
બોક્ષ : તંત્ર સાચી માહિતી ન આપી શુ સિદ્ધ કરવા માંગે છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે. ત્યારે લોકો સાચી માહિતીથી વાકેફ થાય તે માટે મીડિયા દ્વારા તંત્ર પાસે વિગતો માંગવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર જાણે માહિતી છુપાવી રહ્યું હોય એમ સાચા આંકડા આપવામાં ખો આપવામાં આવી રહી છે. પરિણામે વાસ્તવિકતાનો ખ્યાલ આવતો નથી. કોરોનાથી દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. જેનો રોજે રોજનો આંકડો મીડિયાને અપાતો નથી. જ્યારે બીજા દિવસે સરકારી પ્રેસ નોટમાં તેનો ઉલ્લેખ હોય છે. આમ કોરોનાના પોઝિટિવ દર્દીઓના આંકડા તેમજ મોત ની સાચી માહિતી ન આપી તંત્ર શુ સિદ્ધ કરવા માંગે છે. તે ચર્ચાતો પ્રશ્ન બન્યો છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: