ગુજરાતના 29 શહેરોમાં 28મી એપ્રિલથી 5 મે સુધી આ સેવા રહેશે બંધ.

કોરોના કેસ વધવાને કારણે આજથી ગુજરાતના 29 શહેરોમાં મિનિ લોકડાઉન મૂકી દેવામાં આવ્યુ છે. જાણો ત્યારે શું ખુલ્લુ રહેશે શું બંધ?

શું રહેશે બંધ?

રાજ્યમાં તમામ APMC બંધ રહેશે
29 શહેરમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે
29 શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ બંધ રહેશે
ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ બંધ રહેશે
જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે
સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃતિ બંધ રહેશે
રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ
શું રહેશે ચાલુ?

કોરોના સંક્રમણની વચ્ચે અધવચ્ચેથી IPL છોડવા લાગ્યા ખેલાડીઓ, BCCIનો આવ્યો જવાબ
કોરોનાને નાથવા સેનાએ શરુ કર્યું આ મોટું કામ, CDS બિપિન રાવતે PM મોદીને આપી જાણકારી
બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ ‘ખાસ લોકો’ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે
શાકભાજી, ફળના વેચાણ ચાલુ રહેશે
અનાજ, કરિયાણાની દુકાન ચાલુ રહેશે
શાકભાજી, મેડિકલ સ્ટોર ચાલુ રહેશે
મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થની દુકાન ચાલુ રહેશે
ઉદ્યોગો, ઉત્પાદન એકમ, કારખાના ચાલુ રહેશે
મેડીકલ, પેરામેડીકલ સેવા ચાલુ રહેશે
આમાં મળશે શરતી છૂટ

રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
માત્ર સંચાલકો અને પૂજારી પૂજાવિધિ કરી શકશે
લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ હાજર રહી શકશે
અંતિમવિધિમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે