garvi takat:-ડીસા બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ આર. ઓઝાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા આદેશ કરાયો હતો. આથી પી.આઇ એમ.જે.ચૌધરી ને મળેલી ચોકકસ બાતમી આધારે તાલુકા પોલીસ ટીમના વિષ્ણુભાઇ, અશોકભાઇ, વિજયસિંહ, મધુસુદનસિંહ, અનોપસિંહ નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમી વાળી સ્વીફટ ગાડી નં જીજે 03 એચ.કે 2815 આવતા, તેને ઇશારો કરી ગાડી રોકાવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી રોકવાને બદલે પૂર ઝડપે ભગાડી દેતા પોલીસની ટીમે તેનો પીછો કરતા કંસારી ગામેથી બાઇવાડા, થેરવાડા, જાવલ ગામ થઇ વિઠોદર નજીક જતાં ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડ પાસેના સિમેન્ટના બેઠક બાંકડા સાથે ટકરાતા ગાડીમાંથી બે ઇસમો ભાગી ગયા હતા. ત્યારબાદ ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ, ટીન મળી કુલ નંગ ૧૦૮૦ કી.રૂ. ૧,૪૭,૨૪૦નો વિદેશી દારૂ મળી આવતા મુદામાલ સાથે વાહનની કિ.રૂ. ૩,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૯૭,૨૪૦નો મુદ્દામાલ કબજે કરી બન્ને અજાણ્યા ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.