બ્રિટન, ગિબ્રાલ્ટર અને સમુદ્રમાં તહેનાત વિશાળ જહાજોથી ડ્યુક ઑફ ઍડિનબર્ગને સલામી આપવામાં આવીલંડન, ઍડિનબર્ગ, કાર્ડિફ અને કાઉન્ટી ડાઉનમાં હિલ્સબરો કાસલ સહિત અનેક સ્થળોએ ડ્યુક ઑફ એડિનબર્ગને 41 તોપોની સલામી આપવામાં આવી.શુક્રવારે બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું.પ્રિન્સ ફિલિપે બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધારે વખત માટે રૉયલ ઍસ્કૉર્ટ તરીકે કામ કર્યું છે.એચએમએસ ડાયમંડ અને એચએમએસ મૉન્ટ્રોઝ સહિત સમુદ્રમાં તહેનાત રૉયલ નૅવીનાં જહાજો પરથી પણ ડ્યુક ઑફ ઍડિનબર્ગને શનિવારે સલામી અપાઈ.લંડનમાં ટાવર બ્રિજ પાસે જ્યાં ઑનરેબલ આર્ટિલરી કંપની તરફથી સલામી આપવામાં આવી ત્યાં સેંકડો લોકો હાજર રહ્યા હતા.સેનાના અધિકારી તરીકે પ્રિન્સ ફિલિપે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો.ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિક કાર્ટરે કહ્યું કે સેના માટે ડ્યુક ઑફ ઍડિનબર્ગ એક ‘શાનદાર મિત્ર, પ્રેરણાદાયી અને રોલ મૉડલ’ હતા.બીબીસીના રૉયલ સંવાદદાતા જૉની ડાયમંડે જણાવ્યું હતું કે “પ્રિન્સ ફિલિપને યાદ કરવાની સાથે-સાથે સેનામાં તેમના યોગદાન અને બીજા વિશ્વયુદ્ધમાં તેમની ભાગીદારીને અનેક વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.”આશા રખાઈ રહી છે કે તોપોની સલામી વખતે ડ્યુક ઑફ ઍડિનબર્ગના રાજકીય અંતિમ સંસ્કાર અંગે પૅલેસ વધારે માહિતી આપશે.રૉયલ નૅવીના સૌથી વરિષ્ઠ અધિકારી ફર્સ્ટ સી લૉર્ડ ઍન્ડ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ ટોની રૅડેકિને નૌસના માટે ડ્યુકની “સહાનુભૂતિ, લાગણી અને સંબંધ”નાં વખાણ કર્યાં.”અમારાં મૂલ્યો, ધોરણો અને નીતિ અંગે તેમની ઊંડી સમજને લીધે તેઓ આઠ દાયકાઓ સુધી નૌસેનાના ખૂબ અંગત મિત્ર બની ગયા હતા.”ઑસ્ટ્રેલિયામાં પણ ડ્યુક ઑફ એડિનબર્ગને સલામી આપવામાં આવીઑસ્ટ્રેલિયાના કૅનબરામાં સંસદની બહાર ડ્યુક ઑફ એડિનબર્ગને 41 તોપોની સલામી આપવામાં આવી.ન્યૂઝીલૅન્ડમાં રવિવારે વેલિંગટનમાં પૉઇન્ટ જેરનિન્ઘમમાં આ જ રીતે સેના દ્વારા સલામી આપવામાં આવશે.આશા રખાઈ રહી છે કે રવિવાર સુધી ડ્યુક ઑફ ઍડિનબર્ગના અંતિમસંસ્કાર અંગે પૅલેસ વધારે માહિતી આપશે.કૉલેજ ઑફ આર્મ્સના નિવેદન મુજબ ડ્યુક ઑફ ઍડિનબર્ગના અંતિમસંસ્કાર વિંડસરમાં સેન્ટ જ્યૉર્જ્સ ચૅપલમાં થશે અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવશે.એમાં કહેવામાં આવ્યું કે ડ્યુકની ઇચ્છા મુજબ તેમના રાજકીય અંતિમસંસ્કાર નહીં કરવામાં આવે.સામાન્ય નાગરિકોને મહામારીને કારણે અંતિમસંસ્કારમાં સામેલ ન થવા માટે “અફસોસ” સાથે વિનંતી કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે ક્વીન અંતિમસંસ્કાર અને અન્ય પરંપરાગત રિવાજોમાં ફેરફારો અંગે વિચારી રહ્યાં છે.

Contribute Your Support by Sharing this News: