દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ ના ભાવને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. આજે કોલકાતામાં પેટ્રોલ 91.12 રૂપિયા છે અને ડીઝલ 84.19 રૂપિયા છે. આ ભાવવધારાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો સામે રસ્તા પર રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોલકાતામાં મુખ્યમંત્રી ઇ-બાઇક રેલી યોજી હતી. કોલકાતાના મેયર ફિરહદ હકીમની ઇ-બાઇક પર મમતા બેનર્જી બેઠા હતા અને ગળામાં મોંઘવારીના પોસ્ટર લટકાવ્યા હતા. હરીશ ચટર્જી સ્ટ્રીટ થી લઈને રાજ્ય સચિવાલય નબન્ના સુધી આ ઈ-બાઈક રેલી યોજવામાં આવી હતી.