મહેસાણા જિલ્લામાં પવિત્ર યાત્રાધામમાંનુ એક પાલોદર ચોસઠ જોગણી માતાજી જાણીતું છે. અહીં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પવિત્ર સ્થળે ફાગણ વદ પાંચમને માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ચોસઠ જોગણી માતાજીને આંગી ચઢાવાઈ હતી. આ શોભાયાત્રામાં હજારો ભાવિકભક્તો જોડાયા હતા. કહેવાય છે કે આજથી પાલોદર યાત્રાધામ ખાતે માતાજીના મેળાની તૈયારીઓમાં પાલોદર સહિત આજુબાજુના ફતેપુરા, સોનેરીપુરા સહિતના પંથકવાસીઓ લોકમેળાની તૈયારીઓમાં લાગી જતા હોય છે.                                                                                                          ફાગણ વદ અગિયારસને અને બારસ તા.31-3-2019 રવિવાર તેમજ 1-4-2019 સોમવાર એમ બે દિવસ દરમિયાન માતાજીના લોકમેળામાં ખેડૂતલક્ષી શુકન તથા મહાકાળી માતાજીની સઘડી નીકળશે. જેમાં ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવશે જ્યારે બીજા દિવસે સઘડી નીકળશે જેમાં માતાજીના આશીર્વાદથી લોક સુખાકારીના એંધાણ જાણી શકાય છે. આ બન્ને દિવસો દરમિયાન રાત્રે લોકભવાઈમાં ભારે ભીડ રહેશે.                                                                                                                                                                                                                                                                              આ પવિત્ર દિવસો રાત્રે રાસ-ગરબાની રમઝટ જામશે. જેમાં ખ્યાતનામ ગુજરાતી કલાકારો શ્રધ્ધાળુઓને ગરબાની ધૂન પર ડોલાવશે. જ્યારે મેળામાં વિવિધ પ્રકારના રાઈડર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલની મજા માણશે. જ્યાં અવનવા ચકડોળ આકર્ષણ જમાવશે. નાના-મોટેરા સૌ કોઈ ખામીપીણીનો લુપ્ત ઉઠાવશે.

Contribute Your Support by Sharing this News: