પાલનપુર શહેરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનું આગમન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી એક સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ રાત્રિના સુમારે ચોરી કરવા આવી હોવાના સીસીટીવી કેમેરાના વિડીયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયાં છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત જિલ્લાભરમાં ચોરી ની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. પાલનપુર શહેરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનું આગમન થઈ ગયું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સોશીયલ મીડિયામાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલા કેટલાંક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે તેમાં સોશિયલ મીડિયામાં ફરી રહેલા મેસેજ અનુસાર પાલનપુરના ડીસા હાઈવે પર આવેલ એક સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહત્વનું છે કે આ બાબતે જિલ્લા પોલીસવડા ગંભીર નોંધ લઇ આ ચડ્ડી બનિયાનધારી ગેંગ કોઈ મોટો ગુનો આચરે તે પહેલા ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here