પાલનપુર પંથકમાં એક વ્યક્તના નામનું ખોટુ ફેસબુક આઈ.ડી.બનાવીને જે નામનું આઈ.ડી.બનાવેલ હતુ તેની જ પત્નીના અન્ય કોઈ યુવક સાથેના અશ્લીલ ફોટા ફેસબુક પર અપલોડ કરી વાયરલ કરતા આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. તેમાં પોલીસે હાલમાં ગુનો દાખલ કરી કેસની ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ સોશીયલ મિડીયામાં ખોટી અને બદનામ કરવાના ઈરાદે કેટલીક પોસ્ટો ફરતી જાવા મળી રહી છે તેમાં આવી જ એક ઘટના સંદર્ભે પોલીસ દફતરે ફરીયાદ નોંધાવા પામી છે તેમાં પાલનપુર તાલુકાના એક ગામમાં રહેતા અને ખેડૂત પરીવાર સાથે સંકળાયેલા વ્યક્તના નામનું ખોટું ફેસબુક આઈ.ડી.બનાવીને આ ફેસબુક આઈ.ડી પર અજાણ્યા વ્યક્તએ જે નામનું ફેસબુક આઈ.ડી.બનાવ્યુ હતુ તે જ વ્યક્તની પત્નના અન્ય કોઈ યુવક સાથેના અશ્લીલ ફોટા અપલોડ કરી ફેસબુક પર વાયરલ કરી પતિ પત્નની બદનામી થાય તેવા આશયથી
આ કૃત્ય કર્યુ હોવાની ફરીયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે હાલમાં તેમની ફરીયાદ આધારે આઈ.પી.સી.ની કલમ તથા આઈ.ટી.એક્ટ કલમ ૬૬ ઈ.ડી. ૬૭ એ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પાલનપુર સર્કલ પી.આઈ એન.ડી.અસારીએ હાથ ધરી છે.