પાલનપુર નગરપાલિકા સામેના રોડ ઉપરથી શાકભાજીની લારીઓ દૂર કરાતા રોષે ભરાયેલા લારી ચાલકો પાલિકામાં હલ્લાબોલ કરી સત્તાધીશોના છાજીયા લીધા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા પાલિકા જતા રોડ પર  શાકભાજીની લારીઓ ઉભી રાખવા દેવામાં આવતી નથી. ત્યારે લારીઓ ઉભી રાખવાની માંગ સાથે લારી ચાલકો પાલિકામાં ઘસી જઈ સત્તાધીશોના છાજીયા લીધા હતા. તેમજ નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર શાકભાજીની  લારી ઊભી રાખવા મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી.