પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે  ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા આવેલું ટ્રેક્ટર કચરો નાખી પરત ફરી રહ્યું હતું. ત્યારે ટ્રેક્ટર બેકાબુ બનતા ચાલુ ટ્રેક્ટરે ડ્રાઇવર કૂદી પડ્યો હતો. જ્યારે ટ્રેક્ટર આગળ જઈ પથ્થરમાં અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી.
પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે. જેમાં મોડી રાત્રી સુધી શહેરમાંથી ભેગો કરેલો કચરો ટ્રેક્ટરો ઠાલવવામાં આવતા હોય છે. શનિવારે સાંજે કચરો ઠાલવીને ડમ્પીંગ સાઈટ ઉપર પરત આવી રહેલું ટ્રેક્ટર પૂર ઝડપે હોવાથી ડ્રાઇવર કાબુમાં કરી શક્યો ન હતો. જેને લઇ ચાલુ ટ્રેક્ટરે જ ડ્રાઈવર કૂદી પડ્યો હતો જો કે સો મીટર જેટલું આગળ જતા પથ્થરોની વચ્ચે ટ્રેક્ટર અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ‘ડમ્પિંગ સાઇટ પરથી કચરો ડમ્પીંગ સાઇટ પરથી કચરો ઠાલવીને પરત ફરી રહેલ ટ્રેક્ટર ડ્રાઇવર પૂર ઝડપે ચલાવી રહ્યો હતો. જેને લઇ વળાંકમાં ટ્રેક્ટર ને કાબુમાં કરી શક્યો ન હતો અને ચાલુ ટ્રેક્ટરે જ કૂદી પડ્યો હતો ડ્રાઈવર નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. જો કે સ્થાનિકો ડ્રાઈવરને પકડે તે પહેલાં જ ટ્રેક્ટર મૂકીને ભાગી ગયો હતો. ટ્રેક્ટર અટકી પડ્યું ત્યાંથી ૫૦ મીટરના અંતરે જ બાળકો ખુલ્લામાં રમી રહ્યા હતા. જો કે ટ્રેક્ટર પથ્થરો પર અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના બે કલાક બાદ પાલિકાના માણસો આવી ટ્રેક્ટર લઇ ગયા હતા.
બોકસ : ટ્રેક્ટર ભટકાયું ત્યાંથી પ૦ મીટર અંતરે બાળકો રમતા હતા
પાલનપુર નગરપાલિકાનું આ ટ્રેક્ટર ડમ્પિંગ સાઇટ પરથી કચરો ઠાલવીને પરત ફરી રહ્યું હતું. તે વખતે વળાંકમાં ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર ચાલક પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટરમાંથી કૂદી પડ્યો હતો અને ટ્રેક્ટર પથ્થરો સાથે ભટકાતા જાનહાની ટળી હતી. જો કે ટ્રેક્ટર જ્યાં ભટકાયું ત્યાંથી પ૦ મીટરના અંતરે જ બાળકો ખુલ્લામાં રમી રહ્યા હતા. જો આ ટ્રેક્ટર બાળકો સુધી પહોંચ્યું હોત તો મોટી જાનહાનિ સર્જાઇ હોત તેનુ જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા હતા.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: