બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતાં સંક્રમણને લઇને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સાંજે ચાર વાગ્યા પછી તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને પગલે આજે ચાર વાગ્યા બાદ દુકાનો બંધ રહેતા બજારો સુમસામ ભાસતા હતા.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહા મારીને પગલે સરકારે લોક ડાઉન બાદ અનલોક જાહેર કરી ધંધા રોજગારમાં છૂટછાટ આપતાં લોકો બિન્દાસ પણે કોરોના ભાગી ગયો હોય તેમ ફરતા હોવાથી સંક્રમણ વધી ગયું અને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૩૦૦ ને પણ પાર થઈ જવા પામ્યો છે. અને હજુ સુધી પણ દૈનિક મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને લઇ બનાવતા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઇ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોરોના સંક્રમણ ન વધે તે માટે સાજે ૪ વાગ્યા બાદ બજારો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને પગલે આજે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ પાલનપુર શહેરમાં જોવા મળ્યો હતો. જેમાં દિવસે ભરચક રહેતા બજારો અને માર્ગો સૂમસામ જોવા મળી રહ્યા હતા.
અહેવાલ : જયંતિ મેતિયા